Posts Tagged ‘ગુજરાતી સાહિત્ય’

“માણસો, માણસો ખિચોખિચ માણસો, અહીં, ત્યાં ,આ મકાન મા, પેલા મકાન મા, રસ્તો, બારી, બારસાખ,બનારસ, બોમ્બે, બર્લિન…ગંદી બિભત્સ ફિલ્મો ના કચકડા પર માથુ ઢાળીને ગલી ગલી અનુભવતા કે છાપા, ચોપાનીયા, નવલકથા ચગળતા કે રસ્તો, દરવાજા, બારી મકાનો સૂંઘતા આ માણસો ભિના કપડાની જેમ મારા જીવતર સાથે જડાય ગયા છે મારા માં ઉંડે સુધી પ્રવેશી ગયા છે.”

-શ્રીકાંત શાહ…ના નાટક ‘અને હું’ નો સંવાદ…

ગુજરાત યુનિ..ની બોર્ડ ઓફ સ્ટડિઝ ની મિટીંગ માટે અમદાવાદ જવાનુ થાય ત્યારે બે બાબતો મિટીંગ સાથે અચૂક ઉમેરાય…એક H.L છ રસ્તા પાસે અાવેલી સડકછાપ makeshift  રેસ્તોરામા મા પુરી શાક ખાવાના ને બિજુ ભગવતી નગર, પાલડી ખાતે શ્રીકાંત ભાઇ ને મળવા જવાનુ…

શ્રીકાંત ભાઇ ઉમંરમા મારાથી ચાલિસેક વર્ષ મોટા છે, પણ અમારી વચ્ચે છેલ્લા દોઢ દાયકા થી On-Off  સંબધ રહ્યો છે.

Flash back 1996… વિદ્યાનગર…અાણંદ ટાઉન હોલ..અતિ પ્રતિષ્ઠીત Volcano યુથ ફેસ્ટીવલના Mr Volcano/Ms Volcano  Personality contest ની final… શ્રી મયંક ધોળકીયા (Baroda management faculty ના dean)  સ્પર્ધાના સંચાલક, ભાગ લેનાર Medicine, Engineering, ને Dairy Science ના પ્રખ્યાત વિદ્યાર્થીઓ ને બધાજ અંગ્રેજી મા બોલે, એક સ્પર્ધક હુ પણ ને મે ગુજરાતીમા બોલવાનુ નક્કી કરેલુ…શ્રી નરેશ વેદ ( ગુજરાત, સૌરાષ્ટ્ર ને ભાવ નગર યુની ના VC  અને પ્રખર ભાષાવિદ્..) પાસે મે સારી એવી તૈયારી કરેલી, Talent Round મા મે શ્રીકાંત ભાઇના નાટક અને હું નો સંવાદ રજુ કર્યો..ને Audience સ્તબ્ધ..એક નવા પ્રકાર ની ભાષા સાંભળતા હોય તેમ…સૌ Trance મા…સંવાદ પત્યા બાદનો ચાર સેકન્ડનો સન્નાટો ને…અાઠ સેકન્ડની તાળીઓ નો રોમાંચ..એ દિવસે Mr. Volcano  બન્યા કરતા પણ વધારે હતૌ…એક અભિનેતા માટે પ્રેક્ષકો સુધી શબ્દો દ્ધારા પહોચવુ ને અારોપાર નિકળી જવુ બહુ મહત્વનુ હોય છે. શ્રીકાંતના શબ્દોમા એ તાકાત હતી, જાદુ હતો…શ્રીકાંત ભાઇએ મને એક કરતા વધુ વાર જિતાડ્યો છે…

૧૯૯૫ ના સ.પ.યુ ના યુવક મહોત્સવની એકાંકી સ્પર્ધામા….એમના નાટક “એક ટિપુ સુરજનુ” મા પંકજ કુમાર શેલતનો રોલ કર્યો ને સાથે હેમાંગ દેસાઇ જેવા સજ્જ કલાકાર ને અમિત મેહતા જેવા Passionate દિગ્દર્શક…tough competition અને જયદેવ હટંગડી જજ , પ્રથમ ઇનામ..ને સ.પ.યુ ના non teaching staff ના ઘણા સભ્યો મને હજી પણ પંકજ કુમાર કહે છે…૧૯૯૬ મા “એકાંતની અડોઅડ”…બીજુ ઇનામ…(“એકાંતની અડોઅડ” એ કદાચ ગુજરાતનુ સૌથી વધુ વાર ભજવાયેલુ એકાંકી છે)..મારી “નાનકડા” નાટકો સાથે ના romance મા મે સૌથી વધુ શ્રીકાંત ભાઇના નાટકો ભજવ્યાછે…

પૃથ્વી થિએટર મુંબઇ માં, “કોરી જગ્યાનો સંબધ” જોઇને હની છાયા ( જે અડધા પિધેલા હતા!) એકદમ impressed ને બિજે દિવસે મુંબઇ સમાચાર મા સારો review..શ્રીકાંત ભાઇની unusual style of writing  અને ચોક્કસ પ્રકારની vocabulary  Actor ને acting નો ધણો scope આપતી…

તિરાડ, સૂર્ય વિનાનુ અાકાશ, અને હું, એક રાતો પિળો લંબચોરસ દિવસ, એકાંતની અડોઅડ, બંકિમ પરીખ ૦૦૭, કોરી જગ્યા નો સંબધ…શુ  range છે અા માણસ પાસે…કવિતા પણ એટલી સરસ લખાય..મારા લગ્નની કંકોતરી (સાત પાનાની!!!) અને Reception નુ અામંત્રણ એમણે લખેલા જે હજી અાણંદ મા ઘણા મિત્રો એ સાચવી રાખ્યા છે…ગુજરાતનો આ સૌથી વધુ underrated લેખક છે. એક નવલકથા આખી હસ્વ ઉ વાપરી ને લખી ને નોંધમા લખ્યુ કે મને પ્રૂફ-રિડરના સ્વાસ્થય માં ઉંડો રસ છે…એક નાટકની શરૂઅાતમાં..સૂચના કે નાટક જોવા આવતા દરેક પ્રેક્ષક ને એક ઠંડા પિણા પિવાની Straw આપવી ને Straw વિશે પૂછાતા કોઇ પણ પ્રશ્ર્નનો ઉત્તર અાપવો નહી…!!Creativity ની શરૂઅાતના પાઠ આમાથી ભણ્યો..

મૂળે Psychology ના અધ્યાપક અને બહોળુ વાંચન ને કારણે નાટકોમા અવનવા ને ન સમજાય એવા અઘરા Concepts વારંવાર અાવે..મે એકવાર પૂછ્યુ તો એમનો ઉત્તર હતો..”પાર્થ..નાટક, કે painting કે ફિલ્મ કે કવિતા નુ interpretation ને ભાવાર્થ જ્યારે દરેક વ્યક્તિ અલગ અલગ કરે ત્યારે અે Master piece કહેવાય…!

ભાવનગરમાં મહિલા કોલેજ માં એમનુ પ્રવચન હતુ, તો એમની શરત કે બધા મિત્રો એ ફરજિયાત એમની સાથે જવુ…એ રાત્રે કવિ વિનોદ જોષીના ઘેર શ્રીકાંત ભાઇ અને વિનોદ ભાઇ વચ્ચે થયેલી ચર્ચા…અાજે પણ એમની એમ યાદ..છે..મારા જીવનનો આવો બધો વૈભવ છે..બક્ષી ના અંગત મિત્ર, એટલે ઘણી અંતરંગ વાતો જાણવા મળે..એકવાર રાતના સાડા અગિયારે એમની સાથે પાન ખાવા ગયા…મે કહ્યુ “શ્રીકાંત ભાઇ ચા પીવી છે” એટલે એમને કોઇ અજાણ્યા random જણ ને ઉભો રાખી પૂછ્યુ “ભાઇ કોઇ સારા માણસ ને આ સમયે ચા પીવી હોય તો ક્યા મળે?” random જણ અગવડમા મુકાયો, તેણે કહ્યુ..” એમ કહો ને ચા કય્ા મળે?” શ્રીકાંત ભાઇ હસતા બોલ્યા “એમ સીધે સીધે પૂછ્યુ હોત તને મજા શુ અાવત?” એકવાર એક સુંદર યુવતી એ ચા પિવાની ના પાડી ત્યારે એ બોલ્યા..”સારુ હુ ચા પીશ ને તુ હુ ચા પીવુ એ જોજે!” જુદા પડવુ ને અલગ થવુ…એમની પાસે થી ઘણુ શિખવાનુ છે…

વિસ વર્ષ પહેલા લખાયેલા એમના ઘણા નાટકો..હજી ૨૦૧૦ મા પણ ઘણા સાહિત્યકારો સમજી શકતા નથી..સાત્રે કે ફ્રોઇડ ની સાયકોલોજી ને ગુજરાતી પરીક્ષેપ્યમા ઢાળીને નાટક કરવુ..ને Cheap Comedy  ભજવવી બે બાબતો છે..

૨૦૦૯ મા, લોયલા ના walking track પર એમને મળ્યો ત્યારે એમની તબિયત સારી રહેતી ન હતી એવુ લાગ્યુ..પણ જુસ્સો એવોજ બુલંદ હતો, ને લાગણીઓ એવીજ પ્રબળ હતી..કવિતા, વાર્તા ને નાટકો વિશે વાતો થઇ..

ગુજરાતી સાહિત્ય પરિષદે એમનુ સન્માન કરવુ જોઇએ એવુ નહી કહુ, કારણકે મારી, બક્ષી ને શ્રીકાંત શાહની જમાત જુદી છે…અમદાવાદ જાવ ત્યારે રિક્ષા ભાડે કરીને સાહિત્ય પરિષદના સબ્યો ના ઘેર જઇને એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા એ અમારા લોહીમા નથી..વાંચક અમારો માલિક છે…અને રેહશે…કોલમિયા, ગૂગલિયા, ઉદઘોષકીયા, ક્રોસવર્ડીયા, પર્વટનિયા, સરકારી, અર્ધસરકારી,  -ગુજરાતી લેખકોની જાતો માં નવા નવા પ્રકારો ઉમેતારાતા રહે છે. ને અમે કોતુકથી જોતા રહીએ છિએ..અાપ સૌ ને જો ક્યાકથી “અને હું” મળે તો વાંચજો..શ્રીકાંતના લેખનની ક્ષમતાનો પરિચય મળી રહેશે…

Thanks for reading…See you on Next Tuesday…with article on Facebook, Social network- the film and Marc Zuckerberg…

નોંધ: અા વાંચનાર જો શ્રીકાંત ભાઇથી પરિચીત હોય તો એમને અા વંચાવજો..Thanks in Advance…