Archive for the ‘Guest Blogging’ Category

આજે પાર્થેનીયમ માં રજુ કરીએ છે મારા મિત્ર અને ગુજરાતના ઉભરી રહેલા લેખિકા શ્રીમતી અવની દલાલને…અવની મારી જાણ  મુજબ ફેશબુક પર ગુજરાતીમાં ધારાવાહી નવલકથા metformin hcl 500mg metformin hcl weight loss લખનાર પહેલા વ્યક્તિ છે. સુંદર,સરળ છતાં metformin side effects 1000 mg પણ સચોટ ને ભાવવાહી શૈલીથી લખતા અવની બહેન, મારા આગ્રહને માન આપીને આજે એક હળવો આર્ટીકલ આપની માટે લીને આવ્યા છે તો એમનું સ્વાગત ને આભાર..ભવિષ્યમાં પણ આપણને એમની કલમનો લાભ મળતો રહે તેવી અપેક્ષા  સહ…

(નોંધ: ફરી એકવાર સૌ સર્જકોને આમંત્રણ પોતાની કથા, વ્યથા ને કવિતા વહેચવાનું અમારું ઈજન, પાર્થેનીયમ સૌને ગુણવત્તાના ધોરણોસર પોતાની કૃતિઓ રજુ કરવા આવકારે છે)

 

*************************

 

 

વહેલી સવારના સાડા છ નો સમય … બચ્ચાઓની સ્કુલ બસ ગઈ એટલે બસ સ્ટોપ પર પોતપોતાના ટાબરીયાઓને મૂકવા આવેલી ત્રણ ચાર મોર્ડન મોમ્ઝ ટોળે વળી અને સવારનું ગોસિપ સેશન શરુ કર્યું..

 

“ હાઈ.. સીમ્સ ધેટ યુ હેવ પુટ ઓન ધ વેઈટ લીલ બીટ…”

 

એક ફિટનેસ ફ્રિક સ્ટાઈલીશ મોમ એ અન્ય  એક બે બાળકો પછી તબિયતમાં સમૃદ્ધ થયેલી મોમને કહ્યું…

 

“ હા યાર જવા દે ને… કેટલું ઓછું ખાઉં છું તો પણ ત્યાનું ત્યાં…. જિમ જવું છે પણ શું છે કે મેમ્બરશીપ ફિઝ એટલી છે… સ્કીમ આવશે થોડા સમયમાં… પંદર હજારની મેમ્બરશીપ પર પંદર હજારનું સ્પા ફ્રી,,,, એવી ય સ્કીમ આવતી હોય વછે.. ત્યારે થઈશું મેમ્બર… ત્યાં સુધી વોક પર જઈશ… પેલો નવો જોગિંગ ટ્રેક બન્યો છે ને ત્યાં ચાલવા જવાનો વિચાર છે,,, ..”

 

ગજગામિની મોમ ઉવાચ…

 

“ બટ યુ નો સમથીંગ… જોગિંગ ટ્રેકમાં જે ફલોરિંગ હોય છે એના પર ચાલવાથી ઘૂટણના પ્રોબ્લેમ્સ થાય… ચાલવું તો ટ્રેડમિલ પર જ જોઈએ.. હાર્ટ  રેઇટ પ્રમાણે… યુ નો…એનાથી ઓછું પણ નહિ ને વધારે પણ નહિ… કેટલી કેલરીઝ બર્ન થઇ એનો રેકર્ડ રહે ને વળી પાછું ..”

 

સ્ટાઇલીશ ફિટનેસ ફ્રિક મોમએ પોતાનો રીસર્ચ ડેટા ( કે પછી જિમના માર્કેટિંગ ફંડાઝથી બ્રેઇનવોશ થયા પછી  ચકચકિત થયેલા પોતાના વિચારોનો સાર .. એ જે હોય તે )  પબ્લિક હેલ્થ માટે ખુલ્લો મૂક્યો..

 

“ અરે પણ એના કરતા ઝાડ પાન હોય એવા ગાર્ડનમાં ચાલો તો મફતમાં ઓક્સિજન મળે.. નેચરલ સન લાઈટથી વાઈટામીન ડી મળે… જીમમાં થોડું એ મળે.. બંધ એસીમાં અનેક લોકોની વચ્ચે એમના ઉચ્છવાસમાંથી નીકળેલો કાર્બન ડાયોકસાઈડ શ્વાસમાં લેવા .. ઉફ્ફ છી છી…  એના કરતા તો ગાર્ડન શું ખોટો… હે??? … અને વળી મોંઘા જીમની ફિઝ બચે એ નફામાં… હું તો ભાઈ.. ડાયેટ બાયેટ કશું ફોલો નથી કરતી,, ઉપવાસ પણ કરું તો બ્રેકફાસ્ટથી લંચ સુધી અને લંચથી ડીનર સુધી.. અને ડીનરથી બીજા દિવસના બ્રેકફાસ્ટ સુધી,,, અરે ભલું હોય તો એ ઉપવાસ પણ તોડી નાખું… ”

 

એક નેચરલ મોમ એ પોતાનો ફિટનેસ ફંડા રજૂ કર્યો.. પણ મફત શબ્દ સાંભળતા જ ત્યાં ઉભેલા બધાના કાન ઉંચા થઈ ગયા…

 

“ હા હા…એ વાત સાચી હો…”

 

કોરસમાં સૌએ જવાબ આપ્યો…

 

“ પણ મારા તો સાસુ સસરાની વાત જ જવા દો યાર.. માંડ માંડ બિલ્ડીંગમાં બનેલા જિમમાં જવાનું શરુ કર્યું.. સાંજે ચાર વાગે રસોઈ બનાવીને જાઉં.. આવું ત્યારે ડાઈનિંગ ટેબલ પર હાજર જ હોય… હજુ તો ઘરમાં એન્ટર થાઉં એટલે કહે .. લાવો જમવાનું… અરે ભાઈ… માણસ વોશરૂમ તો જાય કે નહિ..”

 

અન્ય એક હતાશ મોમએ એની રામકહાણી સંભળાવી,,,

 

“ હાય હાય….. તો તારે કહેવાનું ને… કે આવું છું થોડી વારમાં.. રાહ જુઓ… આવું થોડું ચાલે કઈ લે… થોડું પોતાના માટે પણ વિચારવાનુંને,,, અને આ તો હેલ્થનો સવાલ છે.. આવું તો નહિ જ ચાલે…  “

 

એક ફેમિનિસ્ટ મોમ એ પોતાના નાકનું ટીચકું ચડાવીને હતાશ મોમને પાનો ચડાવ્યો…. અને બાકીનાએ નિસાસો નાખ્યો ….

 

“ આવું જ ચાલે ભાઈ બધે.. કાગડા બધે કાળા….હૂહ..”

 

અત્યાર સુધી ચૂપચાપ ઉભેલી એક મોમે ચર્ચાની સમાપ્તિ કરી એટલે માથું ધૂણાવતા  ધીરે ધીરે સૌ છૂટા પડ્યા…

 

આજકાલ લોકોમાં અચાનક જ ફિટનેસ જુવાળ પ્રગટ્યો છે.. જ્યાં જુઓ ત્યાં બસ આ જ ચર્ચા…  બધાને રાતોરાત વેઈટ લોસ અને ઈંચ લોસ કરવા છે.. કઈ પણ કરીને લોકો ને સ્લીમ એન ટ્રીમ થવું છે… સવારમાં સાડા છ વાગે રોડ પર જુઓ તો અનેક શસ્ત્ર ધારણ કરીને યોદ્ધાઓ નીકળી પડેલા જોવા મળે…

 

કોઈક ટ્રેક અને ટીશર્ટમાં તો કોઈ શોર્ટ્સ પહેરીને જોગિંગ કરતુ દેખાય.. તો કોઈક ચૂડીદારને કૂર્તામાં વોક લેતું દેખાય.. તો કોઈક વળી સાડીમાં ય ચાલવા નીકળ્યું હોય…

 

કોઈક શૂરો તો પગની પાની કમર પર વારાફરતી અડકે એ રીતે જોગિંગ કરે… એ અનુપમ દ્રશ્ય જોઈને તો એમ થાય.. કાશ.. ટોમ એન્ડ જેરી નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય તો કેટલી મજા આવે,,, કાર્ટુન ચેનલ જોવાનું બંધ કરીને અહિયા જ ધામા નંખાય.. હસી હસીને બેવડ બની જવાય…

 

તો કોઈક વળી હિસ્ટીરિયા થયો હોય એમ ચાલે… જાણે બધી જ કેલેરીઝ એક ઝાટકામાં ખંખેરી નાખવાના હોય એમ…

 

તો કોઈક હાથીકાય ચાલતું હોય તો એમ લાગે કે રોડ પર ખાડા પાડવા માટે આજ મહાશય જવાબદાર હશે,, આ લોકોને કારણે જ કોર્પોરેશનનું રોડ મેઈન્ટેનન્સનું બજેટ વધતું હશે,,,

 

કોઈક આંટી સાડી અને સ્લીપર ધારણ કરીને જોર જોરમાં હાથ ઉપર નીચે ગોળ ગોળ ફેરવતા ફેરવતા  ચાલતા દેખાય ત્યારે એમ થાય કે બીજે દિવસે આ આંટી દેખાય તો સારું.. અને ખરેખર,,, બધું જોશ એક જ દિવસમાં વાપરી નાખ્યું હોય તો બીજે દિવસે શરીર જકડાઈ ગયું હોય… એટલે એ પહેલો દિવસ છેલ્લો બની જાય… બીજે દિવસે કે પછી ક્યારે ય એ આંટી ધરાર નહિ દેખાય.. વન ડે મેચ રમીને પછી આઉટ…

 

તો ઘણા મ્યુઝિકપ્રેમીઓ કાનમાં ડટ્ટા ઘાલીને ચાલતા હોય… સેલફોન કે આઈપોડમાં હેડફોન્સના જ સ્તો… વહેલી સવારના પંખીઓના અવાજને સાઈલેન્ટ મોડમાં મૂકીને આઈપોડમાં  ‘ ગીવ મી ફ્રીડમ.. ગીવ મી ફાયર….’ સોંગના ધમધમતા બીટ્સ ચાલતા હોય… સાથે એ જ રીધમમાં એ ય ચાલતા હોય…

 

તો ઘણા વરસાદ આવશે એમ વિચારી છત્રી હાથમાં પકડીને ચાલતા હોય.. ઘણી વાર બિચારી છત્રી ઉઘડ્યા વિના જ ઘરે પાછી ફરે… ખૂલે જ નહિ.. તો ઘણી વાર કોઈ શૂરા વરસાદમાં ભીંજાતા ભીંજાતા પણ ચાલવા નીકળે અને પોતાનું શિડ્યુલ નહિ બદલે..

 

કોઈક પત્નીથી ડરતા જનાબ પોતાની ક્લાસમેટ કે ચાઈલ્ડ હૂડ બડીને ફોન કરે,,…

 

“ બસ જો.. આ વોક લેવા નીકળ્યો તો થયું જરા ફોન કરી દઉં…પછી આખો દિવસ પેલી જોગમાયા સામે જ  ડોળા ફાડીને ઉભી હોય… એટલે થાય ન થાય… ”

 

હમમ … તો જનાબનો મોર્નિંગ વોકનો હેતુ ફિટનેસ નહિ પણ ગર્લફ્રેન્ડને કોલ કરવાનો છે… પત્ની બિચારી એમ સમજે કે પતિ મહાશય તંદુરસ્તી પ્રાપ્ત કરી રહ્યા છે,, પણ આ ફલર્ટુ ફોન પર લાંબી લાંબી વાતો કરી રહ્યા હોય…

 

સુરત જેવા શહેરમાં રહેતા શોખીન લોકોની તો વાત જ કઈ ઓર… લારી ગલ્લા વાળાઓ પણ આવા જ કોઈક મોર્નિંગ વોક માટેના ખાસ સ્પોટ પર સવારમાં સુરતીલાલાઓના સ્વાદપ્રિય સ્વભાવને ધ્યાનમાં રાખીને આવી જાય… સુરતી લાલાઓ ૨૦ મીનીટ ચાલે અને કેલેરીઝ બાળે… ને પછી પેલા લારીવાળાનું કલ્યાણ કરે..

 

“ છોટુ… એક કપ કડક અને મીઠી ચા.. અને એક ડિશ ગરમા ગરમ ગાંઠિયા અને ચટણી… અને એક ડીશ લોચો,,, અને હા એક્સ્ટ્રા બટર અને ચીઝ નાખવાનું ભૂલતો નહિ…કેલેરીઝની એસી કી તેસી.. જે થવાનું હોય તે થાય,,, જસ્ટ એન્જોય યાર,,, ”

 

જય હો….

-અવની દલાલ

 

 

 

©Avni Dalal 2011

 


મિત્રો અારાધના બેન સાથે ઘણા સમયથી પરિચયમાં છુ, ને કોઇપણ વ્યક્તિ ને તેની ખામીઓ સહીત સ્વિકારવાનો અનોખો સ્વભાવ ને એક ઉત્સાહીત અંદાઝ તેમની ખુબીઓ રહી છે. સુર-સંવાદ રેડીયો થકી એ Sydney માં ગુજરાત ધબકતુ રાખે છે..અાજે પાર્થેનીયમ માં મારા આગ્રહ ને વશ થઇ એક લેખ આપવા બદલ તેમનો આભાર માનુ છુ. અારાધના બેન નવનીત-સમર્પણમાં નિયમીત લખતા હોય છે. એમને મળેલા Awards વીશે વાત કરીશ તો એમને નહીજ ગમે એ જાણતો હોવાથી એ વિષય જતો કરૂ છુ…પણ ટુંકમા મે અને થોડા બીજા મિત્રોએ એક સમાંતર ને Virtual લખવાનો નાનકડો પ્રયાસ કર્યો છે એનો આરાધના બેન એક હિસ્સો બને એવી આપણે સૌ આશા રાખીએ..

-પાર્થ

Picture of Aradhna Bhatt

 

 

We are one but we are many
And from all the lands on earth we come,
We share a dream,
And sing with one voice,
I am, you are, we are Australian.

સિડનીના પશ્ચિમી પરાની એક પ્રાથમિક શાળાનાં બાળકોનો એક સમૂહ  જ્યુડીથ  ડરહેમે  લખેલી  ઉપરોક્ત  પંક્તિઓનું  જોરશોરથી  ગાન  કરી રહ્યો છે. સમૂહમાં છે, ૧૦ થી ૧૨ વર્ષના  હસીના ખાન, ઝૂ હ્યુ, થેન્ગ ન્યુયેન, ચી ખૂ, સ્વથી સત્ગુના, ચેતન મહેતા, ગુરવિંદર કૌર, નાદિયા ચેખોવ. આ બધા બાળકો આ જ ભૂમિને ઘર માને છે. કેટલાક તેમના વતનની મુલાકાતે એકાદ વખત ગયા છે અને ત્યાં વસતા કાકા-કાકી, માસ- માસીની ઝાંખી સ્મૃતિઓ મનમાં લઈને ફરે છે. કેટલાક એટલું જ જાણે છે કે તેઓ એમના એ મૂળ દેશમાં જન્મ્યા હતા પણ પણ તેમના વાલીઓ ઉગમણે આવેલા આ દેશમાં નવી શાંતિપૂર્ણ જિંદગીની ખોજમાં આવ્યા અને સ્થિર થયા. બધાજ બાળકો અસ્ખલિત અંગ્રેજીમાં વાતો કરે છે. કેટલાક ઘરે જાય ત્યારે ઊર્દૂ, અંગ્રેજી, વિયેટનામીઝ કે ગ્રીક બોલે છે, મોટે ભાગે મા-બાપના આગ્રહને વશ થઈને , પરંતુ તેમનો મનોવ્યાપાર  મોટેભાગે  અંગ્રેજીમાં  ચાલે છે.  રિસેસનો ઘંટ વાગતાં બધા પોતપોતાના  લંચ-બોક્સમાંથી સેન્ડવિચ, નૂડલ્સ, પાસ્તા, કે રોટલી શાક આરોગે છે. નાસ્તો કરતા કરતા હસીના તેના હાથની મેંદી બીજાને બતાવી રહી છે તો દસ વર્ષનો ગુરમીત એની નાનકડી પાઘડી વિષે મિત્રોને સમઝાવે છે. બાર વર્ષનો ખાલીદ એનો નમાઝનો સમય થતાં બેગમાંથી નાનકડી શેતરંજી કાઢી શાળાએ નક્કી કરી આપેલા અલગ રૂમમાં એની નમાજ પઢવા જાય છે. આ બધાંજ બાળકો ગૌરવપૂર્વક પોતાને ઓસ્ટ્રેલિયન તરીકે ઓળખાવે  છે.

અચાનક ચોવીસમી મે ૨૦૦૯ ના દિવસે એવું કંઇક બન્યું જેનાથી ‘ ઓસ્ટ્રેલિયન’ ની વ્યાખ્યા વિષે અસંખ્ય પ્રશ્નો ઊઠ્યા. એ પ્રશ્નો અને એ ઘટનાઓના આઘાતો -પ્રત્યાઘાતો આવી રહેલા અનેક વર્ષો સુધી પડતા રહેશે. સૌથી મોટી કમનસિબી
એ છે કે, એ ઘટનાઓમાં હિંસાનો ભોગ બન્યા ભારતીય વિદ્યાર્થીઓ. હુમલાઓમાં એમના શરીરો અને મન ઉપરાંત ઘણું બધું ઘવાયું, ઘણું બધું ઉઝરડાયું. સૌથી મોટો ઘા થયો ઓસ્ટ્રેલીયાની સરકારની બહુસંસ્કૃતિકતાવાદી નીતિ પર. ભારતમાં અને દૂનિયામાં એની શાંત અને સ્થિર રાષ્ટ્ર તરીકેની છાપ ઉઝરડાઈ, ઉઝરડાઈ અહીની પ્રજાકીય અસ્મિતા અને સાથોસાથ ઉઝરડાઈ આપણી ભારતીયોની એક સમજુ સહિષ્ણુ પ્રજા તરીકેની છાપ. ચોવીસમી મે અને ત્યાર પછીના દિવસોમાં ભારતીય માધ્યમોએ ચમકાવેલા અહેવાલો જોઇને એ સાચું ન લાગે કે વંશીય હુમલાઓનો  જેના પર આરોપ મૂકાઈ રહ્યો છે તે ઓસ્ટ્રેલિયાની આ એ જ પ્રજા છે જેણે ૧૩મી ફેબ્રુઆરી ૨૦૦૮ ના દિવસે ‘સોરી ડે’ મનાવ્યો અને રાષ્ટ્ર વતી પ્રધાનમંત્રીએ સંસદમાં દેશના આદિવાસીઓની તેમના પર ગોરી પ્રજાએ કરેલા અત્યાચારો માટે માફી
માંગી, જે દેશના બધા ટીવી નેટવર્કએ ટેલીકાસ્ટ કરી. એ અહેવાલો વાંચી એ વાત સ્વીકારવી મુશ્કેલ લાગી કે આ એ જ પ્રજા છે જે દરેક જાહેર કાર્યક્રમની શરૂઆત ‘આ ધરતીના પરંપરાગત મૂળ માલિકો’ ના સ્મરણથી કરે છે. આમ કરવાથી તે લોકો એ વાત સ્વીકારે છે કે ઓસ્ટ્રેલિયાની ધરતીના મૂળ માલિકો અહીની આદિવાસી પ્રજા છે.
મે-જુન ૨૦૦૯ પછીની હિંસક ઘટનાઓ પૂર્વે પણ, છેલ્લા બ-ત્રણ વર્ષ દરમ્યાન ભારતીય વિદ્યાર્થીઓ ઉપર હિંસાની છૂટી છવાઈ ઘટનાઓ બની હતી, જોકે એ ઘટનાઓ સમાચારોમાં એટલી ચમકી નહોતી. ત્યાર બાદ મેલબર્નની ઘટનાઓ બનતાં જ ભારતીય માધ્યમોએ આ મામલાને ચગાવવો શરુ કર્યો. જેમ જેમ મેલબર્નમાં હુમલાઓનો દોર લંબાતો ગયો તેમ તેમ તેમાંથી મીડીયાને આવતી રંગભેદની બદબૂ  વધુ ને વધુ તીવ્ર બનતી ગઈ. સિડનીના હુમલાઓ મેલબર્નના હુમલાઓથી જુદા હતા. મેલ્બર્નના હુમલાઓ સ્થાનિક ગોરા યુવાનોએ કર્યા. એમાંનો  એક જીવલેણ હુમલો જે પહેલાં રંગભેદનો મામલો લાગ્યો હતો તે પાછળથી ભારતીય મૂળના ગુનેગારે કર્યો હોવાનું પુરવાર થયું. જ્યારે સિડનીના હેરિસ પાર્ક માં એક માઈગ્રનટ પ્રજા બીજા માઈગ્રન્ટ સમુદાય સાથે ટકરાઈ. આ અથડામણ મુખ્યત્વે યુવાનો વચ્ચેની હતી. સિડનીના આ વિસ્તારનો ઈતિહાસ જાણવા જેવો છે. છેલ્લા ૧૦ વર્ષથી આ પરાનો ચહેરો ધરમૂળથી બદલાઈ ગયો છે. સિડનીના પશ્ચિમનાં પેરામેટા નામના મોટા પરાની લગોલગ આવેલા આ નાનકડા બખોલ જેવડા પરાની કુલ વસ્તીમાં અડધો અડધ વિદ્યાર્થીઓ છે. ૧૯૯૧મા આ પરામાં લેબેનોનના લોકોની સંખ્યા ભારતીય મૂળના લોકો કરતાં પાંચગણી   હતી. ૨૦૦૬ના જનસંખ્યાંક પ્રમાણે હેરિસ પાર્કમાં વસતા એથનિક જનસમૂહો પૈકી ભારતીયોની સંખ્યા સૌથી મોટી છે એટલું જ નહિ લેબેનીઝ કરતા ભારતીયોની સંખ્યા બમણી થઇ ગઈ છે. સાત વર્ષ પૂર્વે  હેરિસ પાર્કનો નાનકડો કન્વીનીયંસ સ્ટોર  લેબેનીઝ માલિકીનો હતો, હવે એ દૂકાન બાંગ્લાદેશીની છે અને પહેલા જ્યાં લેબેનીઝ મીઠાઈ અને સૂકો મેવો વેચાતો હતો તે કાચના કાઉન્ટર નીચે હવે પેંડા, બરફી ને જલેબી ગોઠવેલા છે. હેરિસ પાર્કના રસ્તાઓ ઉપર ચાલતા નીકળો તો ફ્લેટની ગેલેરીઓમાં સૂકાતા ભારતીય પોષાકો, ભારતીય ભોજન રંધાઈ રહ્યાની સોડમ અને બોલીવુડ સંગીતથી  બધી ઇન્દ્રિયો ઉપર ભારતીયતા છવાઈ જાય. હેરીસ પાર્કના બે રૂમના ફ્લેટમાં ક્યારેક ૭-૮ છોકરાઓ રહેતા હોય, પાળીમાં કામ કરે ને પાળીમાં સુવે. આમ ભારતીયોની ગીચ વસ્તીથી ભારતીય ધંધાર્થીઓ અહીં  આકર્ષાયા છે અને એક જ લત્તાની ૪-૫ ગલીઓ મળીને અસંખ્ય ભોજનાલયો, બોલીવુડ ડીવીડી વેચતી દૂકાનો, વિઝા એજન્ટ્સ, સાડીઓની દૂકાનો શરુ થઇ ગઈ છે. ટૂકમાં હેરીસ પાર્ક એટલે ’લીટલ ઇન્ડીયા’.  હેરિસ પાર્કની આ કાયાપલટથી ભારતીયોને ગૌરવ થાય તેમ સામે પક્ષે લેબેનીઝને તેમનો ગઢ તૂટયાની લાગણી થાય એ સ્વાભાવિક છે. હેરિસ પાર્કમાં થયેલી અથડામણ આ બે પ્રજાઓ વચ્ચેની હતી.
ત્યાર પછી નજીકના જ ભૂતકાળમાં થઇ ગયા અહીંના ઓબર્ન નામના લત્તામાં આવેલા હિંદુ મંદિર ઉપરના હુમલાઓ.  રહેઠાણના વિસ્તારની મધ્યમાં આવેલું આ મંદિર સિડનીમાં હિન્દુઓની વસ્તી વધતા હવે ભાવિકોની અવરજવરથી  ધમધમે છે. દર શનિ-રવિવારે આસપાસની ગલીઓ અને માર્ગો પર પાર્ક કરેલી ગાડીઓની ભીડ જામે છે. હિંદુ પર્વોની ઉજવણી હોય ત્યારે વિશેષ ભીડ જામે. ઓબર્નનો વિસ્તાર  ’મલ્ટી-કલ્ચરલ હોટ પોટ’ તરીકે ઓળખાય છે જેમાં અમુક સમુદાયો વધુ મોટા પ્રમાણમાં છે. આ વિસ્તારના શાંતિ અને privacy  પ્રિય રહીશો પૈકીના યુવકો કાયદો પોતાના હાથમાં લઈને અને અંશતઃ રંગભેદથી દોરાઈને આ હુમલાઓ કરી રહ્યાની માન્યતા સ્થાનિક વર્તુળોમાં પ્રવર્તે છે. અને દરેક કિસ્સાની તપાસ હાથ ધરાઈ છે એટલું જ નહીં દરેક પ્રસંગે ત્યાંના વિધાનસભ્ય, મ્યુનીસીપલ કાઉન્સીલના હોદ્દેદારો અને પોલીસ અધિકારીઓએ હિંદુ સમુદાયના અગ્રણીઓ સાથે તેમજ મંદિર કમિટી સાથે મીટીંગ કરી આ પ્રશ્નની જાત-તપાસ અને છણાવટ કરી છે.
ઓસ્ટ્રેલિયામાં હવે એ પરિસ્થિતિ સર્જાઈ છે કે ભારતીય મૂળના લોકો અહી નજરે પડતા થયા છે, અને આમાં મોટો ફાળો વિદ્યાર્થીઓનો છે. એ વાત સર્વવિદિત છે કે ભારતથી અહીં આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓ વિઝાર્થીઓ છે. અહીં આ પરિસ્થિતિનો લાભ લઈને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી બે રૂમની કોલેજો અને યુનિવર્સીટીઓ અને તેમના દ્વારા અપાતી વ્યવસાયલક્ષી ડીગ્રીઓ વિઝાનું ધ્યેય સિદ્ધ કરવાના સાધનો છે. ૨૦૦૪ના વર્ષ દરમ્યાન અહીંની વિવિધ વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી આઠ ટકા ભારતીય વિદ્યાર્થીઓ હતા. વિવિધ વ્યવસાયલક્ષી કોર્સમાં કુલ ચાર હજાર ભારતીયો અભ્યાસ કરતા હતા. આજે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં લગભગ કુલ બાવન હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો આ ભૌમિતિક વધારો ૨૦૦૧ માં અહીના ઇમિગ્રેશનના કાયદાઓમાં થયેલા ફેરફારોને આભારી છે. આ ફેરફારોથી ‘પી. આર’ મેળવવા માટેની અરજી ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ અહીંથી કરવી શક્ય બની અને કેટલીક ડીગ્રી અને ડીપ્લોમાવાળા અરજદારો માટે એ વધુ સરળ બન્યું, કારણકે તેઓ અહીંની કેટલાક ક્ષેત્રોમાં કુશળ કામદારોની અછત એનાથી પૂરાતી હતી. અહીંની સરકાર માટે અર્થતંત્રને ઉગારવાનો આ સૌથી સરળ કીમિયો-  quick fix  હતો. આમ ‘વિદ્યાર્થીઓ’ બનીને આવતા ભારતીયો અહીં યેન કેન પ્રકારેણ સ્થિર થવા માંડ્યા, અને વસવાટની આ પ્રક્રિયા પાંચ વર્ષ સુધી વીજળીવેગે ચાલી. જે ગતિથી ભારતીય પ્રજાની સંખ્યામાં વધારો થતો દેખાયો તેનાથી સ્થાનિક પ્રજાના માનસમાં એક પ્રતિકારની ભાવના સંકોરાઈ. જેમ પહેલાં ચિની કે કેટલીક યુરોપિયન પ્રજાઓ આખા ને આખા વિસ્તારો કબજે કરીને વસી હતી તેવું આપણા નવાગન્તુકોએ પણ કરવા માંડ્યું.
હિંસા અને રંગભેદનો વિરોધ યોગ્ય રીતે થાય એ જેટલું જરૂરી છે એટલું જરૂરી છે આપણું જવાબદારીભર્યું વલણ અને માધ્યમોની જવાબદાર પ્રતિક્રિયાઓ. ભારતીય વિદ્યાર્થીઓ, માધ્યમો, ઓસ્ટ્રેલિયામાં વસતો ભારતીય સમુદાય અને ભારતમાં વસતા અહીં આવવા ઇચ્છા ધરાવતા સૌએ આવી રહેલા દિવસોમાં થોડીક જાત-તપાસ કરવાનો સમય પાક્યો છે એમ કહી શકાય. એક આખી ને આખી પ્રજાને વંશવાદી ક્યારે કહી શકાય? શું વંશવાદી કહેવાતી ઘટનાઓ કોઈ રીતે નિવારી શકાય? અને એમ હોય તો વંશવાદ પ્રેરવામાં આપણો ફાળો હોઈ શકે? શું ભારત અને ઓસ્ટ્રેલિયાના તંત્રો સહયોગથી કે પોતપોતાની રીતે આ દેશમાં કાયમી વસવાટ અર્થે કે કામચલાઉ વિઝા ઉપર આવતી વ્યક્તિઓ માટે અહીંની પ્રજા અને પરિસર વિષે સ્થિતિજ્ઞાન આપતી યોજનાઓ ને કાર્યક્રમોનું આયોજન ન કરી શકે? રંગભેદનું બૂમરાણ મચાવવાને બદલે આપણાં માધ્યમો અહીંની પરિસ્થિતિનું પૂર્વગ્રહમુક્ત, સમતોલ ચિત્રણ અને મૂલ્યાંકન કરીને પણ આ બહુચર્ચિત પ્રશ્નના ઉકેલની વધુ નજીક પહોંચવામાં મદદરૂપ થઇ શકે. અહીંની અનેક ભારતીય સંસ્થાઓ, જે મોટે ભાગે ખાણી-પીણીના ને મોજ-મજાના કાર્યક્રમો અહીના સ્થિર-સંપન્ન ભારતીય સમુદાય માટે યોજવામાં પોતાની સાર્થકતા સમજે છે, તેમણે પણ આ દિશામાં સક્રિય થવું ઘટે.
જગતની સંપૂર્ણપણે રંગભેદી વલણથી મુક્ત પ્રજા શોધવાનું જેટલું મુશ્કેલ છે, એટલું જ મુશ્કેલ, કોઈપણ સરકાર માટે, રંગભેદનો સત્તાવાર રીતે એકરાર કરવો એ છે. અને આ એકરાર ઓસ્ટ્રેલિયાની સરકારે કર્યો છે, પછી એનાં કારણો વિષે ગમેતે અટકળો થાય. ઓસ્ટ્રેલિયાની સરકારનું આ પગલું આ દુર્ઘટનાઓની સૌથી મોટી અને ઘણી આશાઓ પ્રેરતી નિષ્પત્તિ છે. આવી રહેલા વર્ષો બંને પ્રજાઓના ખમીરની કસોટીનો સમય છે. આ સમુદ્રમંથનમાંથી સૌને બંધુત્વ, સહકાર અને શાંતિમય સહ-અસ્તિત્ત્વનું નવનીત લાધે એવું પ્રાર્થીએ.
- આરાધના ભટ્ટ

.

 

 

©Aradhana Bhatt 2011

email: aradhanabhatt@yahoo.com.au

web site: http://www.sursamvaad.net.au/

.

picture of kiran joshi ભલે મારા જેવા અનેક નો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ…

-મહાત્મા ગાંધી..(આત્મ-કથાની પ્રસ્તાવના માથી…)

પ્રેમ, સેક્સ, મૃત્યુ અને સત્ય..અઢી અક્ષરનો દેહ ધરાવતા અા શબ્દોમાં ગજબનુ ઉંડાણ છે. એમના વિવિધ અર્થઘટનો (અને બક્ષીબાબુ એ શોધેલો શબ્દ વાપરીને કહીએતો “અનર્થઘટનો”) એમાં ઉંડા ઉતરનાર ની હેસિયત, અને તબિયત અનુસાર અલગ અલગ હોય શકે છે.

સત્ય જેવા પારદર્શક શબ્દ અથવા તો ખ્યાલ વિશે લખવા બેસનારે સૌથી પહેલા એ યાદ રાખવુ ઘટે કે તેઓ/તેણી કાઇ નવુ ઉમેરી નથી રહ્યા પરંતુ આ સાશ્ર્વત ખ્યાલ ના એક સુનીયોજિત માળખા પર નવેસર થી એક પુરાણી નજર ફેરવી રહ્યા છે.

અાજે ચોમેરથી એવુ બોલાય રહ્યુ છે કે સત્ય એક વટાવવા જેવુ ચલણ રહ્યુ નથી. બલ્કે વર્તમાન સમયમાં સત્ય ની વાત કરનાર કે સત્યને રસ્તે ચાલનાર કે ચાલવાનો દાવો કરનાર હાંસીપાત્ર બની જાય છે. કઇંક અંશે આ સાચુ હોવા છતા સત્ય શબ્દમાંથી ધિરજ ઉખેડી લેવાની જરૂરીયાત હું જોતો નથી.

હમણા એક પુસ્તક-મેળામાં એક ઉદ્યોગપતિ નુ જિવન-ચરિત્ર ખરિદતી મારી એક વિદ્યાર્થીની ને મે એને એમ કરતા રોકવાના ઇરાદાથી કહ્યુ ” તું આ ભાઇ નુ જિવન-ચરિત્ર વાંચિશ? એ તો sophisticated લૂંટારો હતો?” વિદ્યાર્થીનીએ જવાબ અાપ્યો ” સર!, લૂંટારા નો તો જમાનો છે!” મારે હાવે આગળ કઇ બોલવાનુ રહેતુ ન હોવાથી..એને માટે મનોમન પ્રાર્થના કરીને હુ મારા રસ્તે પડ્યો..

સાવ આવી સ્થિતી હોચવા છતાં આપને યાદ રાખવાનુ છે કે અાપણે હવેલી લેવા જતા ગુજરાત ખોવાનુ પુનરાવર્તન કરવાનુ નથી. ટૂંકા ગાળાના રાઇ જેવડા લાભ માટે, લાંબા ગાળાના ડુંગર જેવડા લાભના ગળા પર કરવત મૂકનાર જેવો મુર્ખ બિજો કોઇ નથી.

સત્ય ને કોરાણે મુકી અસત્યનુ આચરણ કરનાર જ નહી પણ સત્યમા શ્રધ્ધા રાખનાર પણ એજ કક્ષાનો મુર્ખ છે. દરેક નવી ચિજનો, વસ્તુનો, વ્યક્તિનો, ખ્યાલનો, એક યુગ હોય છે જેનો પટ દશકા થી માંડીને સદી સુધી વિસ્તરેલો હોય શકે છે.

અા યુગ અસત્યનો છે એ વાત સ્વિકારી, જ્યા ને ત્યા સત્યની શહેનાઇ વગાડ્યા સિવાય ચુપચાપ આ યુગ પસાર થવાની રાહ જોવામાં શાણપણ છે. શહેનાઇ વગાડવામાં કાંઇ ખોટુ નથી, બસ એમાથી રેલાતા સુર ઝિલવાવાળા કર્ણધારકોની થોડિક કમિ છે.

-કિરણ જોષી..

( નોંધ: કિરણ જોષી મારા બહુ જુના ને જાણીતા મિત્ર છે. વિદ્યાનગરની કઇક સાંજો એ અમે જાત-જાતની ચર્ચાઓ…ની સફર સાથે કરી છે…પાર્થેનીયમ..કિજો નો આભાર માને છે…-પાર્થ)