૧૪મી નવેમ્બર..બાલ દિન…કોંગ્રેસી સલ્તનતનું એક વધુ નજરાણું…નહેરુ ચાચા ને બાળકો બહુ ગમતા!!! મને એમકે એમને બાળકો સિવાય પણ બીજા ક્ષેત્રોમાં ઊંડો રસ , પણ ખેર એટલે એમનો જન્મ દિવસ બાલ દિન તરીકે મનાવાય…બચપન પિતાને ઇન્દિરા ગાંધીના બંદોબસ્ત માં નોકરી કરતા જોઈ કોંગ્રેસી પ્રભાવ માં જીવાયું, કિશોરાવસ્થા ધારા સભ્યો, એમની રખાતો, એમના લફંગા છોકરાઓ, ને બે ડઝન ચમચાઓ ની ફોજો પેટલાદ ને બોરસદ અને પછી વિદ્યાનગર માં જોઈ…દરેક વર્ષે બાલ દિન તો આવતો હતો એ ઉપરાંત સદભાવના દિવસ, વિગરે વિગેરે…પછી ભાજપા ની સરકાર ને હિન્દુત્વવાદ, ને એમના ધારાસભ્યો, સંસદ સભ્યો ને એમની બગડેલી ઓલાદો, ને લુખ્ખી દાદાગીરી..કોલેજ પસાર થી ગઈ…બાલ દિન હજી પણ એજ રીતે છાપાઓમાં નહેરુનો ફોટો અને જાત ભાત ની સમાધિઓ પર ફૂલો નાખતા લલ્લુ નેતાઓ…ચોક્કસ સમય યાદ નથી પણ બે કિસ્સાઓ આજના બાલ દિને કહીશ..બસ બે કિસ્સાઓ…
કિસ્સો એક…..વિદ્યા નગરના નાના બજાર માં ભટ્ટજી ની ચાની લારી ચામુંડા અતિપ્ર્ખ્યાત..ને લગભગ વર્ષો થી ત્યાં દિવસ માં એકાદ વાર તો અચૂક જવાય..મિત્રો કિરણ, વૈભવ, બાપુ, ને સ્વયં ભટ્ટજી પોતે…અનેક વાર ગાળો થી માંડીને બીજા એ પ્રકાર ના ઊંડા વિષયો ની યુવાનો કરે એવી ચર્ચા થાય..ત્યાં એક પાંચ વર્ષ નો છોકરો કપ રકાબી ધોયા કરે..મેં પૂછ્યું નામ શું છે..તો જવાબ માં તીખી નજર ને કપ રકાબી ધોવાનું કામ ચાલુ….ભટ્ટજી કહે…બહુ તીખો મિજાજ છે…નામ છે ગબ્બર..મને બહુ આશ્ચર્ય થયું..પછી ખબર પડી કે ગબ્બર નામ એને નાના બજારે આપ્યું હતું..ગબ્બર નો બાપ નેપાળી હતો..ચોકીદાર ની નોકરી કરતો, માં મરી ગઈ એટલે એ બીજી સ્ત્રી લઈ આવ્યો, બીજી સ્ત્રી ને આ પળોજણ ગમતી નહી એટલે એક દિવસ ગબ્બર ને બાપે કાઢી મુક્યો ને પોતે બીજે રેહવા જતા રહ્યા..ગબ્બર નાના બજાર માં ભટકે રાખે ન માં ન બાપ ને પાંચ છ વર્ષ ની ઉંમર..ને અહી થી દરરોજ સરદાર પટેલ યુની ના અનેક અધ્યાપકો, વિદ્વાનો, ગુણીજનો, ભૂત ભવિષ્ય ના વાઈસ ચાન્સેલરો નીકળે પણ ગબ્બર જેવા નાના જીવ પર તો જેના હાથ નીચે પાંચ જણ પીએચડી કરતા હોય એની નજર ક્યાંથી જાય..ગબ્બર નું ઘર નાના બજાર હતું, રાતે એ ત્યાં મુકેલી લારીમાં કુતરા જોડે સુય જાય….આ જાણ્યા બાદ એક રાત તો ઊંઘ નહિ આવી, મને વિચાર આવ્યો કે આ છોકરો નાહતો ક્યાં હશે, દાંત સાફ કરતો હશે કે નહી…મેં બીજા દિવસે નાહવાનો સાબુ, ટુથપેસ્ટ, દાંતિયો, માથા માં નાખવાનું તેલ, ને ગબ્બર ને આપ્યું, ગબ્બર ને એની જાણે કોઈજ પડી ન હોય તેમ કંઈપણ બોલ્યા વિના લઈને ચાલતો..ભટ્ટજી કહે એનું મો ખુલે તારે ગાળ જ નીકળે છે…થોડા સમય પછી મારી ચામડી પણ જાડી થઇ ગઈ હશે કદાચ ને ગબ્બર ભૂલાય ગયો..લાવારીશ ના ગીત “જિસકા કોઈ નહી ઉસકા તો ખુદા હે યારો ” જેવું જીવતો ગબ્બર આશા રાખું કે જ્યાં હશે ત્યાં બિન્દાસ હશે ને રાજી હશે…અને હા બાલ દિન હજી પણ મનાવાતો હતો..
કિસ્સો બે…સમય જતા લગ્ન થયા, પુત્ર નો જન્મ થયો ને પત્ની પુત્ર ને લઈ સમય સમયે પોતાના માતા પિતા ને ત્યાં જાય ને પાછા આવે ત્યારે મારે એ બન્ને ને લેવા આણંદ ના સ્ટેશન પર લેવા જવાનું, ઉનાળો ધમધોકાર હોય, સસરા એ લોકો ની ટીકીટ સેકન્ડ એસી માં કરાવે જે મને અધ્યાપક ને પોસાય નહી..( કેશુ બાપા ની સરકાર ત્યારે અમારા પગાર પણ ચાર મહીને એક વાર કરતી!!!) પણ સ્ટેશન પર એક વાર આવીજ રીતે હું રાહ જોયને ઉભો હતો ને મારી નજર સામે એક ત્રણ ચાર વર્ષ નો એક છોકરો, મેલોઘેલો, શરીર પર માત્ર ચડ્ડી ને દિલ પર અળાઈના ઉઝરડા, ને બિન્દાસ માચીશની કાલ્પનિક ગાડી થી પ્લેટફોર્મ ની ફરસ પર રમે રાખે..તાપમાન ૪૦ની ઉપર હશે…મોટા માણસોય છાયડો શોધતા ફરે એવી ગરમી..ને આ નાનકડો જીવ, દુનિયા, ગરમી ની પરવા વિના રમે રાખે…પછી નજર એક સફેદ દાઢી વાળા બુઢ્ઢા અર્ધ ભિખારી પર પડી એ બીડી ના કસ માં ઊંડો ઉતરો ગયો હતો…ને વચ ચમાં પેલા છોકરા પર નજર નાખી દે…મેં એને પૂછ્યું કે કોણ છે આ તો કહે મારી દીકરી નો દીકરો છે…એ તો મરી ગઈ ટીબીમાં, બાપ જેલ માં છે ને મારી ભેગો છે …મેં પૂછ્યું ક્યાં રહો છો તો એને જવાબ માં એક લાંબી, ઠંડી નજર નાખી ને પ્લેટફોર્મ બતાવ્યું….છોકરા ને ભજીયા કે દાળવડા લઈ આપ્યા ને એણે જોયા વિનાજ યાંત્રિક રીતે એક્દ ખાધું ને પાછો પોતાની માચીસ ની ડબ્બી ની ગાડીની સરરીઅલ દુનિયામાં મસ્ત થાય ગયો, ગુજરાત એક્ષ્પ્રેસ આવી, પત્ની ને પુત્ર ને જોયા ને પત્ની ને કહ્યું કે બેગ ખોલો, ને એક પુત્રનું એક ટી શર્ટ ડોશા આપ્યું જે એણે પેલા બઘવાયેલા બાળક ને પેહ્રાવ્યું…પણ આ મારી નાનકડી છટકબારી હતી….ભણેલા ગણેલા સમાજ ના સભ્ય હોવાને નાતે હું મારા છોકરા નું એક ટી શર્ટ આપીને મારી જવાબદારી માંથી છટકી ગયો, પણ એ ગરમ હવા ને એ છોકરા નું જે કઈ હોય એ ભવિષ્ય હજી પણ આજે હું આ લખતા અનુભવી શકું છું…..બાલ દિન….હા બાલ દિન
જે દેશ ની ઝુપડપટ્ટીઓમાં ચોમાસા માં મચ્છર કે દારૂડિયા બાપ માંથી કોનો ત્રાસ વધારે છે એ ગડમથલ માં રહેતો બાળક, ચાની લારીએ કપ રકાબી ધોતો હોય, રેલ્વે ના પ્લેટફોર્મ પર ભીખ માંગતો હોય, એક ટંક નું ભોજન જો મળી જાય તો ભયો ભયો…ને આવા એક, બે દશ, બાર નહી, હજારો લાખો બાળકો હોય ને દેશ ને બાળદિન મનાવવાનો કોઈજ હક નથી, ને એ નેતાઓ હોર્ડિંગમાં, કેમેરા ની સામે, ટીવી પર સ્મિત આપવાની જગ્યા એ જાતે ક્ષેત્ર સન્યાસ લઈ લે કાંતો એકાદ રાત ફૂટપાથ પર શિયાળે એ નાગા ફૂગા બાળકો સાથે એક રાત ટાયર બાળીને હુંફ ઉભી કરવાના હવાતિયા મારી લે…એણે બાલ દિન નો સાચો ને ખોટો બેય મતલબ સમજાય જશે….અસ્તુ





બસ બે કિસ્સાઓ…
aa to steve jobs na pela bau jovayela video jevu lage che thodu
ya…..true, inspired by Steve Jobs…
Dear Parthbhai, I salute your sensitivity and great concern about the poor people of our country and the total disregard shown by the fellow countrymen and the government towards their welfare. I REMEMBER THE SONG OF SAHIR LUDHIYANVI PENNED BY HIM FOR ” PHIR SUBAHA HOGI “…..(” voh subaha kabhi to aayegi. “…..) AND HOPE THE DESTINY OF THE POOR PEOPLE CHANGES FOR THE BETTER AS FAST AS POSSIBLE.