નોંધ: અા લખાણમા રજુ કરેલા વિચારો..સાથે કોઇએ પણ સહમત થવુ સ્હેજ પણ જરૂરી નથી..લાંબા સમયથી ગુજરાત બહાર રહુ છુ તો શક્ય હશે કે થોડો માહીતી દોષ હોય..ખુલ્લા મન ને મગજથી વાંચવા વિનંતી…
થોડા સમયથી Facebook ના માધ્યમ દ્ધારા ગુજરાતના (થોડા) યુવાનો ની કોમેન્ટસ કૌતુકથી નિહાળુ છુ..હાસ્ય મિશ્રીત દુ:ખ અનુભવાય એટલી હદે કંગાળ અને બાલીશ લાગે છે..આ હા હા , વાહ વાહ, જોરદાર, સખખખત…વિગેરે, વિગેરે..ને કોઇપણ જાત ના તર્ક વીના, મનફાવે એમ લખતા, બોલતા ને વર્તતા લોકોની મજલીસમાં યુવાનો..બા અબદ, બા મુલાયજા ફરમાવતા હોય ત્યારે એવુ લાગે કે..વાંક આ Gen Y નો છે કે એ વાતાવરણનો જેમા એ જિવે છે..અધ્યાપક તરીકેની ટુંકી કારકિર્દીમાં ઘણા યુવાનોને નજીકથી જોયા છે, એમની અંદરની અાગ, તલપ અનુભવી છે..પણ હાલની પરિસ્થીતી નુ આ FB શ્ર્લાધા એક સેમ્પલ હોય તો ચિંતાજનક છે..હિન્દુસ્તાનની ઓફિસો ભ્રષ્ટ મનુષ્યો થી ભરપુર છે..એમા જીહજુરીયો યુવાક સમાજ ઉમેરાય એટલે…વિશ્ર્વ સ્તરે..રામ રામ..અા હા હા ને જોરદાર પછડાટ..
યુવાન મિત્રોને જાત અનુભવની જગ અનુભવની પાંચ ભલામણો..
૧. નોકરી: ખબર નહી કેમ પણ ગુજરાતના વાલીઓમાં એવુ ક્યાથી ઘુસી/ઠસી ગયુ છે કે ભણતા હોયએ એટલે નોકરી ના થાય!! યુવાનો કોલેજના પાંચ-છ કલાક બાદ એક part time નોકરી કેમ ન કરી શકે? ને એ પણ એમને રસ હોય એવા ક્ષેત્રમાં..મે અહીના MacDonaldના મોટા અને વ્યસ્ત stores સાવ ૧૪-૧૮ વર્ષના યુવાનો દ્ધારા ચલાવાતા જોયા છે..Junior wage પર કામ કરતો યુવક/યુવતી કોલેજનુ ભણતર પુરુ થાય એટલે નોકરીમાથી બચાવેલા પૈસાથી એક વરસ..પરદેશનો પ્રવાસ કરે..ભણતર, ને નોકરી દ્ધારા થયેલુ ઘડતર ને એમા ઉમેરાય પ્રવાસનો અનુભવ..એ યુવાન જિંદગીની ખરી તાલીમ મેળવે છે..કોઇ કામ નાનુ નથી..પેટ્રોલ પંમ્પ પર, કે Departmental Store ના counter પર ડોકટરનો છોકરો નોકરી કેમ ના કરી શકે..એ મ્યુઝીયમ મા શા માટે સાંજની નોકરી ના કરે? સૌપ્રથમ Pseudo Class consciousness માંથી બહાર આવવાની જરૂર છે..ને દોસ્તો કોલેજ કે યુની. કરતા આ નોકરી બહુ મોટી ડિગ્રી અાપે છે..
૨. છોકરી/છોકરો: ઘણા બબુચકો ને ઘેલાઓ એવા ખોટા ભ્રમમાં હોય છે કે Bike ને designer clothes ( પાપા ના પૈસે) પહેરવાથી આપણે છોકરી/છોકરા ને impress કરી શકીએ છીએ..ગલત..અત્યારની તો ખબર નથી પણ, અમારા જમાનામાં તો તમે કેટલા ડિબેટ, ગ્રુપ ડિસ્કશન ને quiz મા જીત્યા છો એના પરથી તમારુ રેંકિગ નક્કી થતુ, હા અપવાદો બધ્ધી બાબતો મા હોય..પણ મારા મતે Intellect works best when it comes to impress somebody..ને અાપણે અહી Real Intellect ની વાત કરીએ છીએ જેની શરૂઆત ગુજરાતી છાપા ( ખાસ તો જાત-ભાતની પુર્તી) એક માસ સુધી વાંચવાનુ બંધ કરીને કરી શકાય ને એ બચાવેલ સમયમાંથી..થોડુ વિશ્ર્વ સાહિત્ય કે cinema નો અનુભવ થાય..And trust me you wont miss anything..I’ve not..કોકની દિવાલ પર વાહ- વાહ કરવાથી તમારી નોંધ લેવાશે એ બાલીશ ખ્યાલ છે..
૩. ફિઝીક: પેટ નિકળેલા, હાંફતા, ધિમા, સુસ્ત, ઢિલા, આળસુ ને યુવાન ના કહેવાય..શીયાળામાં જોગીંગ ને ઉનાળામા સ્વિમીંગ, એક રમત ( ક્રિકેટ સિવાય!!)માં નિપુણતા..સુડોળ બાંધો કા સોટા જેવો દેહ..કમનસીબે ટીવી જોવાથી આ બંન્નેમાંથી એકપણ હાસીલ થતુ નથી..શરીર ને અરીસા ને સામે ખુલ્લુ કરીને જો ગર્વ થતો હોય તો એ અભિમાન બહુ ઉચ્ચ પ્રકારનુ છે..એમ માનવુ..બાકી ખેંપટ, અપોષણથી પિડાતા, ડાઘા વાળા દાંતથી હસતા..કે ભદ્દા લોકોની જમાત ને યુવાન ન કહેવાય..
૪. પ્રવાસ: સાધુ તો ચલતા ભલા…આ વાત યુવાનો ને પણ એટલીજ લાગુ પડે..વિશાળ ભારત દેશ છે..તિબ્બત, લડાખ, કારાકોરમ રેન્જ ને એમા અાવેલ ગીરી-મથકો, વિશાળ દરિયા કિનારો, યાર મોજ કરોને..આ દિવસો છે હરવા-ફરવાના..પાછળથી જિવનમાં budget, planing ને એવા બધા સમિકરણો ઉમેરાશે ત્યારે આ બિંદાસ દિવસો બહુજ યાદ આવશે..
૫. જીંદાદિલી: દોસ્તો આ સમાજ, આ દુનિયા, રાજકારણ, સાહિત્ય જાડી ચામડી ના અસંવેદનશીલ ખડુ્સો થી ભરપુર છે..તમે આશા છો. ને તમેજો mediocrity ને date પર લઇ જશો તો તમારા મા ને એ લોકોમા કોઇ ફેર ખરો?..કોક ને મદદ કરવી, કોક ને કામ અાવવુ, community મા કઇક પ્રેરણાદાયક યોગદાન કરવુ..પોતાના skills ને strength નો યોગ્ય ઉપયોગ કરવો..ને દોસ્તોની સાથે દુ:ખ-દુ:ખ મા ઉભા રહેવુ, ને બસ આ દિવસો છાતીમાં કોતરાય જાય એટલા passion થી જિવવા..ને સ્વઅનુભવથી કહુ છુ..અામા પૈસા ન હોવા એ ક્યાય વચ્ચે નથી આવતુ..કારણકે એ તકલીફ નો ઉપાય નં ૧ મા બતાવ્યો છે…
ઘણા આ વાંચીને હસશે..ઘણા કહેશે..લખવાનુ તો સ્હેલુ છે..કોક કહેશે સપના ના જુઓ..પણ મિત્રો સપના જોવા ને એમા દ્ધઢ વિશ્ર્વાસ રાખવો એ મારી આદત છે..મને વાહ-વાહ મા રસ નથી ને જરૂર પણ નથી.. મારી પાસે મારા વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે..ને તમારા ( logical) સાંભળવાની તૈયારી…!!
અાભાર..





aa shikhaman nathi pan samaj che. thanx parthbhai
Thanks Dharit..you are right, I’ll take that off, sometime in Josh one writes that, i agree with you n take it of..thanks for suggestion..but also note that i said THoda….not all of them..
Done dost!! hope it’s ok now..thanks again..also can i say something..what i meant by that was writing is a passionate hobby which does not pay my bills so I really dont have to popular..but i agree that was bit too much..and reader’s suggestionns most of the time sar aankho par..
પાર્થ ભાઈ ,
આપ નું લખાણ સચોટ અને વખતસર નું છે . મેં જોયેલ છે કે આજ નો યુવાન વર્ગ કે જેની પાસે ઘણોજ ફાજલ સમય હોય છે તે મિત્રો સાથે પોલ ને નાકે કે કોઈ મંડળી મળે એવી જગ્યા એ કલાકો વ્યર્થ નસ્ટ કરે છે . દરેક યુવાને બને તેટલું પરત ટાઇમ કામ કરવું જોઈએ . માબાપ ની ફરજ છે કે પોકેટ મની નો રીવાજ સંતાનો ૧૪ -૧૫ વર્ષ ના થાય ત્યારથી બંધ કરી દેવો જોઈએ .
શ્રમ નું મહત્વ આમ કરવાથીજ સમજાશે. હું ૬૨ વર્ષ ની ઉંમરે અઠવાડિયા ના ૭૦ કલાક કામ કરું છે . શ્રમ થી થાક નથી લાગતો પણ માનસ અકર્મણ્ય હોઈ ત્યારે થાકે છે.
આશા છે કે યુવાન પેઢી આને સાચા અર્થ માં લેશે અને પાર્થ ભાઈ ની વાત અનુસરવા ની કોશિશ કરશે .
હેમંત ત્રિવેદી
Dear Parth
You know what my uncle on facebook has asked all of us to go through this post. It is amazing and I think you have really hit the point. As a Teacher many a time I feel where this Gen-Y will go if they go on expressing their feelings through walls, smilies, lol’s and what not. They do not know watching U-TV bindast or MTV is not going to teach them the reality of the world. The blog will be a great help to any young (may be old as well) parents to make their children understand this.
Tamari vat sachi chhe pan aama yuvanono nahi pan ma baapno pan vank chhe..potane je mushkali padi te balakone na pade ane vadhare sagavad aapavama paravlambi banavi de chhe..mahenat vagar vastu male teni value samajati nathi.
Excellent, indeed!
PARTH BHAI THANKS FOR SHARING YOUR THOU GHTS. ITS GOOD FOR PERSONS LIKE US WHO ALMOST BELIEVE IN SUCH THOUGHTS BUT MAY NOT BE ABLE TO EXPRESS IT.
દોસ્ત પાર્થ,
ઘણાં સમય બાદ, તમારું ‘YOU’નીક લખાણ વાંચવા મળ્યું છે. એક બીજી બાબત પણ Add કરવી ગમશે:
..પોતાના ખુદના વિચારો રજુ કરવાની તાકાત. ‘આ વાહ વાહ!…આહા..આહા…બહુચ્ચ સરસ…કહ્યા વગર પોતાની પાસે જે વિચારો છે એને પ્રેઝેન્ટ કરવાની હિંમત.
Thanks..Murtuza
સાચી વાતો જણાવી.
કેટલાય બાળકો અને યુવાનો આજનાં માધ્યમોનો યોગ્ય લાભ લઈને પોતાની કળા અને આવડત રજૂ કરે રહ્યા છે. એ જ વખતે કેટલાય લોકો પોતાના અન્ય કામો છોડીને એ જોઈને સંતોષ માની લે છે!
વર્તમાન માધ્યમો વડે પોતાને વ્યકત કરવાના બદલે સહેલા રસ્તા અપનાવીને ચાલુ ગાડીએ ચડવાનો માહોલ જામ્યો છે. વ્યાપ જેટલો છે તેટલું ઊંડાણ નથી. પોતાને ગમતી વાત પર વાહ વાહ કહેવું એ સારી વાત છે પણ એથીય સારી વાત એ છે કે પોતાના મનની વાત બેધડક અને પોતાને આવડે એ રીતે રજૂ કરવી.
યુવાનો પાસે ગતિ છે. અનુભવો છે. આવડત છે. સંઘર્ષ છે. ધારે તો એ લોકો ઘણું વહેંચી શકે છે. મોટાઓને પણ શીખવી શકે છે.
જો કે કરનારા એવું કરી રહ્યા છે. પરંતુ ઢગલામાંથી સોય શોધવાની વાત છે!
એ લોકોને પણ પ્રોત્સાહન અને ઉમળકાની જરૂર હોય ને?
true….
i will think on this .
HELLO
Tamari rajuat ni shaily gami, ek wat pu6awi hati are naaa….. permision levi hati??
shu tamara aa lekh ni rajuat hu mara samaj ma kari shaku??
Sure Avni ben you can, but when article was published lots of people did not like it, as it was too revolutionary for them..but it’s up to you