ટુકડે ટુકડે જિવાતુ ગયુ,
ઘુંટડે ઘુંટડે પીવાતુ ગયુ.
તારી જિદ્ ને મારો અહમ,
સંબધ જેવુ કઇંક ઘવાતુ ગયુ.
સાંજની ઉદાસ રંગભૂમી પર
પાત્રો વિનાનુ નાટક ભજવાતુ ગયુ.
શ્ર્વાસોની આંટાઘૂંટી પેચીદી ને,
નસોમાં ક્રમશ: મોત છવાતુ ગયુ.
રાતની લંબાઇ ને પહોળાય માપવામાં,
મિણબત્તીનુ તેજ ઓલવાતુ ગયુ.
શબ્દ વિનાનુ ગીત ગવાતુ ગયુ
આ દર્દ દિલથી જિરવાતુ ગયુ.
-પાર્થ






pana,
mxcn film no review tatha aa kavita khoob gamya.
natak bhajvatu jay 6e,taalio na gadgadat thi madhosh thayelo kalakar jyare hosh melve 6e tyare curtain padi gayo hoy 6e ane audience chalyu gayu hoy 6e.ne natak puru thay 6e. kem thay 6e?
Superb poem,parth!
Mari jinadgi ma taara hova-na hova na anumano vachche
firki ma vintela dora jevu aayakhu salvaatu gayu.
Thanks Kijo..I know when u say, u mean it.. It’s a real creative booster thanks again buddy
સરસ.
આપકા હી શેર હમારે અંદાઝ મેં …
ઉઠાવે રાત્રિ જરા એનો ઘોર ઘૂંઘટ ત્યાં,
એ મીણબત્તી તણું તેજ ઓલવાઈ ગયું.
From your work…here is my trans-creation….due credit goes to you.
ગઝલ
પંચમ શુક્લ
એકેક ઘૂંટ મહીં કેટલું પીવાઈ ગયું?
તબક્કાવાર આખું આયખું જીવાઈ ગયું!
અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,
બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું!
સવાર-સાંજ ઉદાસીની રંગભૂમિ ઉપર,
કશાય પાત્ર વિના ખેલ શું રચાઈ ગયું!
રહ્યા છે શ્વાસ ને ઉચ્છ્વાસ તણા જાળાઓ,
કરોળિયાનું સકલ વિશ્વ ક્યાં સમાઈ ગયું?
ઉઠાવે રાત્રિ જરા એનો લાંબો ઘૂંઘટ ત્યાં,
આ મીણબત્તી તણું તેજ ઓલવાઈ ગયું!
25/3/2011
wah…!! great yaar…i really liked it…i must learn chhand…can you suggest/send me something, please!!! i tried the links you send me but they are very complicated and not complete..thanks in advance…lets make the difference..
very nice poetry by both of you, indeed, Mr Parth & Mr.pancham. congratulations. please let not your creativity be hampered by your other compulsions of life.
Speechless
)
Thanks Khusy!!
Dont know how many times, I have read your poems, and everytime I read, understand something different about life